Shreeji Khadayata Kelavani Mandal
Jay Shree Krishna!
Jay Shree Krishna!
આશરે 109 વર્ષ જુની આ સંસ્થા શ્રી ખડાયતા કેળવણી મંડળ એ ખડાયતા સમાજની સૌથી અગ્રણી સંસ્થા છે.
સંસ્થાનો મુખ્ય હેતુ ખડાયતા સમાજનો કોઈ પણ વિદ્યાર્થી નાણાંના અભાવે તેના ઉચ્ચ અભ્યાસથી વંચિત ના રહે અને તે તેની ક્ષમતાના આધારે ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી શકે, તે માટે જરૂરી નાણાંકીય સહાય કરવામાં આવે છે.
આ ઉપરાંત સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ પરિવારના ઘોરણ 1 થી 12 ના વિદ્યાર્થી / મંદબુદ્ધિ ધરાવતા / અંધ / અપંગ બાળકોને શિષ્યવૃત્તિ આપવાનું કાર્ય કરે છે.
અન્ય પ્રવૃત્તિમાં સંસ્થા ધોરણ 12 પછીના અભ્યાસ માટે વિદ્યાર્થીને કોમ્પ્યુટર / બુક્સ માટે લોન આપે છે. આ ઉપરાંત ધોરણ 10, 12 માં 90% ગુણ પ્રાપ્ત કરનાર, કોઈ પણ શાખામાં માસ્ટર ડિગ્રી મેળવનાર, અન્ય પ્રવૃત્તિ કે સ્પોર્ટસ માં રાજ્ય, રાષ્ટ્ર કે આંતર રાષ્ટ્રીય મેડલ મેળવનાર દરેકને સન્માનિત કરવા કાર્યક્રમનું આયોજન કરે છે.
સંસ્થા ખડાયતાના બાળકોની ઈતર ખૂબીઓ પ્રદર્શિત કરવા, તેમજ UPSC / GPSC / IAS / IPS જેવા ઉચ્ચ અભ્યાસ માટે જુદા જુદા સેમિનારનું આયોજન કરે છે.
સંસ્થાને આપવામાં આવેલ યોગદાન 80G દ્વારા પ્રમાણિત છે.